ડીસામાં નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી યોજાઈ
બનાસકાંઠાઃ હાલમાં સમગ્ર ભારતભરમાં નાગરિકતા કાયદાનો મુદ્દો ભારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરિકતા કાયદાના મુદ્દે મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ અનેક રાજ્યોમાં હાલ નાગરિકતા કાયદાના ભારે સમર્થન મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ નાગરિકતા કાયદાનો મુદ્દો ભારે ચર્ચામાં છે. ક્યાંક નાગરિકતા આપીને સમર્થન મળી રહ્યું છે, તો ક્યાંક આ કાયદાના વિરોધમાં મોટા મોટા વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે, ત્યારે ડીસા શહેરમાં પણ વિવિધ સંગઠનો દ્વારા એકત્રિત થઇ નાગરિકતા બિલના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ડીસાના સાઈ બાબા મંદિરથી નીકળી અને ડીસા પ્રાંત કચેરી સુધી પહોંચી હતી. જ્યાં ડીસાના નાયબ કલેક્ટર એચ.એમ.પટેલને નાગરિકતા કાયદાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.