ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ધીમું પડતા લોકોએ લીધો રાહતનો શ્વાસ - rain in dang
ડાંગ: જિલ્લામાં હાલ વરસાદ ધીમો પડ્યો છે, ત્યારે લોકોએ થોડા અંશે રાહતનો શ્વાસ લીધો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા છ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું હતું. બે દિવસ પહેલાં ધોધમાર વરસાદ વચ્ચે અંબિકા નદીના કોઝવે પાણીમાં ગરકાવ થતાં ઘોડાવહળ, નીમ્બારપાડા, બોડારમાળ ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ધોધમાર વરસાદ ચાલું થતાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતાં. પણ બપોર બાદ પાણી ઉતરી ગયા હતાં. જેના લીધે ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલ પૂર્ણ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર આહવામાં ૬૪ mm, વઘઇમાં ૮૮ mm, સાપુતારામાં ૩૦ mm, જયારે સુબિરમાં ૫૮ mm વરસાદ નોંધાયો હતો.