દાહોદમાં ધારાસભ્યો, માજી મંત્રી અને ઉમેદવારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું - candidates
દાહોદઃ લોકસભા ચૂંટણી માટે સવારથી મતદાન કરવા માટે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોની લાંબી કતારો વચ્ચે જિલ્લાના ધારાસભ્યો, માજી મંત્રી અને ઉમેદવારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું . દિવસ દરમિયાન નવા મતદારો તેમજ વૃદ્ધ મતદારો પણ મતદાન કરવાનું ચૂક્યા ન હતા.