છોટા ઉદેપુરમાં UPના મજૂરોને પોતાના વતન મોકલવા 18 બસો દોડાવાશે - બસો દોડાવાશે
છોટા ઉદેપુરઃ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે વ્યાકુળ બન્યા છે. જેને લઇને ગુજરાત સરકાર છોટાઉદેપુરના તંત્ર દ્વારા 18 બસોનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારના રોજ છોટા ઉદેપુર એસ.ટી.ડેપોમાંથી ઉત્તરપ્રદેશ જવા માટે ચાર અને બાકીની અન્ય તાલુકામાંથી લોકોને લઈને બરોડા રેલવે સ્ટેશન વિના મૂલ્ય લઇ જશે. તંત્ર દ્વારા તમામ નિયમોનું પાલન કરીને પરપ્રાંતિયોને છોટાઉદેપુર ખાતેથી રવાના કરવામાં આવ્યા છે.