નવા વર્ષની ઉજવણીના ફટાકડા ફોડતી સમયે ઝુંપડા અને છકડો રીક્ષામાં આગ લાગી - Fire in the harbor area in Veraval
ગીરસોમનાથ : મુખ્યમથક વેરાવળમાં બંદર વિસ્તારમાં જ્યારે યુવાનો નવા વર્ષની ઉજવણીમાં ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે અચાનક કોઈક ફટાકડાની ચિંગારીથી માછીમારો દ્વારા બનાવાયેલ ઝૂંપડામાં તેમજ તે ઝુંપડા પાસે રહેલ છકડો રીક્ષાને પણ આગ લાગી હતી. ત્યારે તાત્કાલીક ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચતા આગને કાબુમાં લેવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી.