અમરેલીમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી - નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
અમરેલીઃ જિલ્લાના રાજુલા, જાફરાબાદ, બગસરા, ધારી, ખાંભા, લાઠી અને સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જેને લઇને ગામડાઓની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. તેને કારણે લીલીયાના બાવડા ગામ પાસેના કોજવેમાં પાણી ભરાયુ હતું. તો બીજી તરફ સાવરકુંડલાની નાવલી નદીમા પણ પુરના દૃશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ મેઘરાજાએ પ્રી-મોનસુંન કામગીરીની પણ પોલ ખોલી હતી. શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.