જામનગરમાં કમોસમી વરસાદથી જગતના તાતને નુકસાન, પાક સળગાવી નારાજગી વ્યક્ત કરી - burning of crops
જામનગર: શહેરમાં કમોસમી વરસાદથી રોષે ભરાયેલા ખેડૂતોએ નવતર વિરોધ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં જામનગરના ખંભાળિયા રોડ પર આવેલા આમરા ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જગતના તાતે નિષ્ફળ પાક અને પલળી ગયેલી મગફળીને રોડ પર ફેંકી દીધી હતી તેમજ ચક્કાજામ કર્યો હતો.