સુરતઃ આંબાવાડી ગામે ભૂખી નદીમાં 2 ઈસમો તણાયા - ભૂખી નદી
સુરતઃ માંગરોડના આંબાવાડી ગામ અને કુંડી ફળિયા વચ્ચે આવેલા જોખમી લો લેવલ કોઝવે ઉપરથી આંબાવાડી ગ્રામ પંચાયતનો સભ્ય અશોક વસાવા પસાર થઇ રહ્યો હતા, ત્યારે ભૂખી નદીના ધસમસતા પૂરમાં તે તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો નદીના કિનારે દોડી આવ્યા હતા અને તેમને શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ ઉપરાંત આંબવાડી ગામનો જ સવજીભાઈ ચૌધરી આ નદી નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ યુવકનો પગ પણ લપસી ગયો હતો. જેથી આ યુવક પણ પાણીમાં તણાઈ ગયો હતો. જેથી હાલ તંત્ર દ્વારા આ બન્નેના મૃતદેહો શોધવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.