રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 70 હજારની નજીક આવી ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1,101 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 23 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 69,986 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 1135 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 139, સુરત મહાપાલિકા વિસ્તારમાં 182, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 92, સુરત 44, રાજકોટ કોર્પોરેશન 68, ગાંધીનગર કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 41, ભરૂચ 11, સુરેન્દ્રનગર 21, રાજકોટ 25, દાહોદ 27, ભાવનગર કોર્પોરેશન 28 ગાંધીનગર 20, અમરેલી 33, પંચમહાલ 31, પાટણ 19, વલસાડ 17, ભાવનગર 19, જુનાગઢ કોર્પોરેશન 17, મહેસાણા 30, વડોદરા 21, આણંદ બોટાદ મહિસાગરમાં 9, છોટાઉદેપુર અને સાબરકાંઠામાં 8 નવસારી 7 બનાસકાંઠાના પોરબંદર 5 દેવભૂમિ દ્વારકા 4 અરવલ્લી 3 તાપી 2 અને ડાંગ જિલ્લામાં એક કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના 24 કલાકમાં 1,101 કોરોના કેસ નોંધાયા, 1,135 દર્દીઓ સાજા થયા, 23 મોત, કુલ કેસ 69, 986ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિડ 19ના કેસની યાદી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1,101 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 23 જેટલા દર્દીઓનું મૃત્યુ નિપજયું છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2,629 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે આજ હાલની પરિસ્થિતિ મુજબ 4,80,509 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,79,126 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન છે. રાજ્યમાં કુલ 52,827 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 14,530 છે અને 82 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.