મહીસાગરમાં કોરોનાની સ્થિતિમાં સુધારો, વધુ 2 દર્દી થયા ડિસ્ચાર્જ - લુણાવાડાના તાજા સમાચાર
મહીસાગર: જિલ્લાના સંતરામપુર શહેરમાં 65 વર્ષીય વૃદ્ધનો કોરાના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ એક કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 177 પર પહોંચી છે. આ સાથે જ ગુરુવારે જિલ્લા માટે સારા સમાચાર સામે આવ્યા છે. લુણાવાડા શહેરના 49 વર્ષીય ડૉક્ટર તેમજ બાલાસિનોર શહેરના 27 વર્ષીય યુવકે ગુરુવારે કોરોનાને માત આપી છે. જેથી આ બન્નેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 177 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 137ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 31 દર્દીઓ સારવાર હેઠળ છે.