મોરબીમાં રાત્રી કરફ્યૂ શરૂ, તમામ દુકાનો બંધ - Morbi Corona News
મોરબીઃ શહેરમાં કોરોના સંક્રમણ વધતા રાત્રી કરફ્યૂ લગાવાયું છે, જેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. રાત્રી 8 કલાકથી સવારે 6 કલાક સુધી કરફ્યૂ લગાવતા રાત્રે બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ આયોજનબદ્ધ રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અનેક જગ્યાએ લોકોને અટકાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કોઈ બિનજરૂરી રીતે બહાર નીકળ્યા હોય તો પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.