વલસાડ જિલ્લામાં જનજીવન ફરી ધબકતું થયું - ગુજરાતી સમાચાર
વલસાડ : શહેરમાં સવારે 8 થી સાંજે સાંજે 4 વાગ્યા સુધીના સમયમાં અનેક દુકાનો ખુલી હતી. વલસાડ શહેરના અનેક વિસ્તારો હાલર રોડ, એમ જી રોડ, શાકમાર્કેટ જેવા વિસ્તારોમાં આવેલી કપડાં, હોઝિયરી કરીયાણાની ,ચપ્પલોની ,બુકસ્ટોર સહિત અનેક દુકાનો ખુલી હતી. બજારમાં વાહનચાલકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.હાલ જિલ્લામાં 15 જેટલા કેસ છે, જેના 10 એક્ટિવ કેસ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ જરૂરી છે. આમ, વલસાડ શહેરમાં નાના વેપારીઓ દુકાનદારો અને ધંધા રોજગાર ખુલ્લા મુકતાની સાથે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.