કચ્છના ખેડૂતની માંગ, ગુજરાતમાં શાકભાજી અને ખેત ઉત્પાદનો માટે MSPનો અમલ કરો
કચ્છ : તાજેતરમાં પસાર થયેલા કૃષિ બીલ 2020થી મુજબ કેરળ રાજ્યમાં શાકભાજી માટે MSPનો અમલ શરૂ કરી દીધો છે, ત્યારે ગુજરાત રાજ્ય આ દિશામાં આગળ વધીને અન્ય ક્ષેત્રમાં જે રીતે દેશને રાહ ચીંધી છે, તે રીતે ગુજરાતમાં શાકભાજી અને ખેત ઉત્પાદનો માટે MSPનો અમલ કરીને પહેલ કરવી જોઈએ, તેવો મત કચ્છના ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. આ સાથે ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું વળતર આપવા તેમજ ખેત ઉત્પાદનો માટે MSPનો દર નક્કી કરવા ખેડૂતોએ માગ કરી છે.