'મહા વાવાઝોડા'ની અસર, કચ્છના લખપતમાં ધોધમાર બે ઈંચ વરસાદ
કચ્છઃ 'મહા વાવાઝોડા' ની સંભાવના વચ્ચે કચ્છના લખપતમાં સતત ત્રીજા દિવસે બે ઈંચ વરસાદ વરસતા દયાપર પાસેની નદી બે કાંઠે વહેવા લાગી હતી, તો ગામનું તળાવ પણ ફરી એક વખત ઓવરફલો થઈ ગયું હતુ. કચ્છમાં વાવાઝોડની સ્થિતીને ધ્યાને રાખી જિલ્લા તંત્ર સર્તકતા સાથે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયામાં જતા રોકવા માટે ડિઝલના વેચાણ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ભૂજની મુલાકાતે આવેલા રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડા સામે લડવા પુરતી તૈયારી અને આયોજન હાથ ધરાયાનું જણાવ્યું હતું.