ગણેશજીનું વિસર્જન કુંડમાં થાય માટે ગણેશ પંડાલના આયોજકો, કોર્પોરેશનના સત્તાધીશોની મિટિંગ યોજાઇ - અમદાવાદ
અમદાવાદઃ અનંત ચતુર્દશીના દિવસે મોટી સંખ્યામાં લોકો ગણપતિજીનું વિસર્જન કરતા હોય છે. જ્યારે આ વર્ષે ભક્તો ગણેશજીનું વિસર્જન નદીમાં ન કરે તે માટે AMC ખાતે ગણેશ પંડાલના આયોજકો અને કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક આયોજકોને ખાસ સૂચના આપવામાં આવી હતી કે, તમામ લોકોએ મૂર્તિઓનું વિસર્જન સાબરમતી નદીમાં ન કરવું તેમજ મોટી મૂર્તિઓનું વિસર્જન પણ મોટા કુંડમાં જ કરવું જેથી નદીને પ્રદુષિત થતા અટકાવી શકાય સાથે જ જરૂરી તમામ સુવિધાઓ પણ કુંડ પાસે જ ઉપલબ્ધ કરવામાં આવશે. લોકો નદીમાં જઈને વિસર્જન ન કરે તેનો પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે.