અમદાવાદમાં ગેરકાયદેસર શેડ અને ડોમ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ - procedures
અમદાવાદ: સુરતની ઘટનાના પગલે AMC તંત્ર પણ સફાળુ જાગી ગયું છે. આજે સવારથી મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ નવા વાડજ ખાતે પહોંચ્યું હતું. નવા વાડજમાં આવેલા સ્વેની કોમપ્લેક્સમાં ટેરેસ પર ચાલતું બોડી શેપ જીમ અને ફિટનેસ સેન્ટર તેમજ ગેરકાયદેસર કરેલા બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ટેરેસ પર ગેરકાયદેસર શેડ અને ડોમ દૂર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.