બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અંકલેશ્વરના સરફૂદ્દીન ગામે દબાણ હટાવાયું - બુલેટ ટ્રેન ન્યૂઝ
ભરૂચ: અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અર્થે અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના સરફૂદીન ગામે તંત્ર દ્વારા કાચા મકાનના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરફૂદ્દીન ગામે 7 જેટલા કાચા મકાન દબાણ હેઠળ આવતા તેને હટાવવા કોન્ટ્રાક કંપની એલ.એન્ડ ટી અધિકારીઓ અને પોલીસ ફાફલા સાથે પહોંચી હતી.