ગોંડલમાં ધમધમતી ગેરકાનૂની પ્રવૃતિઓ, પોલીસની આંખ ખોલવા બેનર્સ મુકાયા - ગેરકાનૂની પ્રવૃતિઓ
રાજકોટઃ ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાનૂની પ્રવૃતિઓનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે. આ બાબતે કોઈ જાગૃત નાગરિક દ્વારા દારૂ, જુગાર, વરલી, મટકા અને પાઉડરનો વેપાર કરતા તત્ત્વોના નામ સરનામાં સાથે ગુંદાળા ચોકડી, જેલચોક, વોરા કોટડા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં બોર્ડ બેનર મુકવામાં આવ્યાં છે. 19 જેટલા વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનો નામ અને સ્થળનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગોંડલ શહેરમાં પ્રથમ વખત ગેરકાનૂની પ્રવૃત્તિ વિરૂદ્ધમાં બેનર્સ લાગતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, જિલ્લા પોલીસ વડા આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ? તે અંગે પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.