શરદી-ઉધરસના લક્ષણ હોય તો ફક્ત એક ફ્લુ ના સમજવું : ડો વી.એન.શાહ
ડૉ. વી.એન. શાહે (Dr. V.N shah on corona) લોકોને કોરોના સંલ્ગન ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓથી દૂર રહેવા અનુરોધ કરતા પ્રવર્તમાન સ્થિતિમાં પણ કોરોના અનુરૂપ વ્યવહારનું પાલન કરવા અને સરકારી દિશાનિર્દેશોને અનુસરવા અપીલ કરી છે. કોરોનાના ઓમિક્રોન (Corona omicron variant) સ્વરૂપથી ઉદ્ભવતા શરદી-ઉધરસના લક્ષણને ફક્ત એક ફ્લુ ના સમજીને તેને ગંભીરતાથી લઇ ટેસ્ટ કરાવી તેને અનૂરૂપ સારવાર કરાવવા સૂચન કર્યું હતુ. આપણે પેન્ડેમિકના અંત (Ending of pandemic) તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બેદરકારી ના દાખવીને સાવચેતી રાખવા તેમણે કહ્યું હતુ. વૈશ્વિક અભ્યાસનો સંદર્ભ આપતા તેમણે જણાવ્યું કે, વિશ્વમાં ઓમિક્રોનથી સંક્રમિત થઇ આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓમાં 80 ટકા લોકોએ વેક્સિન ન લીધુ હોવાનું તારણ બહાર આવ્યું છે. જેથી કોરોનાનું રસીકરણ કરાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.