ખેડામાં બુલેટ ટ્રેન જમીન સંપાદન લાંચના મામલેમાં ICICI બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજરની ધરપકડ - ડેપ્યુટી બ્રાંચ મેનેજર
ખેડા : જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામના ખેડૂતની જમીન બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સંપાદિત કરવામાં આવતા વળતર પેટે રૂપિયા 17 લાખ ચૂકવવા જમીન સંપાદન વિભાગના ક્લાર્ક પિંકેશ પરમારે રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરી હતી. આ મામલે ACBએ પિંકેશ ઉપરાંત બે નિવૃત્ત મામલતદાર મુકેશ મનુભાઈ સોની અને ભીખાભાઈ વાઢેરની ધરપકડ કરી હતી. આ મામલે ACB દ્વારા ICICI બેંકની ખેડા બ્રાંચના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર પ્રિતેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં પિંકેશના કહેવાથી પ્રિતેશે ખેડૂતનું વળતર અટકાવી રાખ્યું હતું. જે કારણે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.