જાતિવાદની રાજનીતિનાં કારણે હું હાર્યોઃ અલ્પેશ ઠાકોર - result of by election 2019
પાટણઃ રાધનપૂર વિધાનસભાની પેટાચૂંટણીની પરિણામ આવી ગયા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં ભળનારા અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. પરાજય પછી અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાતિવાદી અને ડરાવવાસ ઘમકાવવા અને લલચાવવાની રાજનીતિના કારણે મારી હાર થઈ છે. અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યુ હતું કે, હું બમણી તાકાતની સાથે પાછો ફરીશ. હું હરહંમેશ સમાજની સાથે રહીશ અને સમાજ માટે કામ કરતો રહીશ.