મેં બ્લેકમાં ટિકિટ લઈને નરેશ કનોડિયાના પિક્ચર જોયાં છેઃ કીર્તિદાન ગઢવી - કીર્તિદાન ગઢવી
રાજકોટઃ ગુજરાતી ફિલ્મના મેગા સ્ટાર એવા નરેશ કનોડિયાનું આજે એટલે કે મંગળવારે કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજયું છે,ત્યારે ફિલ્મ અને સંગીત ક્ષેત્રે જોડાયેલા દિગ્ગજો મહેન અને નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. જેને લઈને ગુજરાતના પ્રખ્યાત એવા લોકસાહિત્ય કાર કીર્તિદાન ગઢવીએ પણ બન્ને ભાઈઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, નરેશ અને મહેશ કનોડિયા બન્ને ભાઈઓએ ગુજરાતી ફિલ્મક્ષેત્રમાં પોતાના કરિયરની શરૂઆત પણ એક સાથે જ કરી હતી અને બન્નેની વિદાય પણ એક સાથે જ થઈ છે. મને યાદ છે એક સમયે નરેશ કનોડિયાના પિક્ચરની ટિકિટ માટે કાળા બજારી થતી હતી અને મેં પણ કાળા બજારીમાં પૈસા ખર્ચીને નરેશભાઇનું પિક્ચર જોયું હતું.