હું ભારત આવવા ઉત્સુક, જુઓ ટ્રમ્પનો બાહુબલી અવતાર - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતને લઈને ભારે ઉત્સુક છે. સોશિયલ મીડિયા પર લોકો ટ્રમ્પને આવકારી રહ્યા છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટરમાં તેમનો એક વીડિઓ શેર કરી તેમની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, હું આ મુલાકાતને લઈને ઉત્સુક છું. મોદી ટ્રમ્પના આગમનને હવે ગણતરીના કલાકો બાકી છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. તેમજ રોડ શોને લઈને પણ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ૯ કિ.મી.ના રોડ શોમાં લાખો લોકો ભાગ લેશે અને આ લોકો અમેરિકાના પ્રેસિડન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે.
Last Updated : Feb 23, 2020, 12:07 PM IST