ગુજરાત

gujarat

By

Published : Apr 21, 2020, 12:32 AM IST

ETV Bharat / videos

વડોદરા નાગરવાડા વિસ્તારની ગતીવિધિ પર બાજ નજર રાખવા અગાસી પર હાઈડ્રોજન બલુન લગાવાયું

વડોદરા: શહેરના સૌપ્રથમ રેડઝોન તરીકે જાહેર કરાયેલા નાગરવાડા વિસ્તારની ગતીવિધિ પર બાજ નજર રાખવા રવિવારે સ્કુલ નં.10ની અગાસી પર રિમોટ સંચાલિત હાઈડ્રોજન બલુન લગાવાયું હતું. બલુન પર લાઉડ સ્પીકર, હાઈ ડેફિનેશન કેમેરા અને પોલીસની ફ્લેશ લાઈટ ફીટ કરાઈ છે. તેમ ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું. પોલીસ હવે ચોક્કસ વિસ્તારમાં થતી ગતિવિધિને ઝુમ કરીને જોઈ શકાશે. તેમજ તેમાં ફિટ કરેલા લાઉડ સ્પીકરના આધારે પોલીસ વિસ્તારના લોકોને જરૂરી સૂચના અપાશે. હવે, વિદ્યાનંદ ચોકમાં હાઈ ડેફીનેશન કેમેરા લાગશે.

ABOUT THE AUTHOR

...view details