જામનગરના બેડ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે રકઝક, પતિએ પત્નિ પર કર્યો હુમલો - GG Hospital
જામનગરઃ જિલ્લાના બેડમાં પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માથાના ભાગે હથોડી મારી હતી. જેથી મહિલા બેભાન બની ગઇ હતી. તાત્કાલિક તેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અહીં તેમની તબીયત નાજુક હોવાના કારણે વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જામનગરના બેડમાં રહેતી 30 વર્ષીય અફસાનાબહેનની પોતાના પતિ સાથે સામાન્ય બાબતમાં રકઝક થઈ હતી અને બાદમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, અફસાના બેનના પતિએ હથોડા વડે તેમના પર હુમલો કર્યો હતો. જેના કારણે તે બેહોશ થયા હતા. જામનગર પોલીસને જાણ થતા અફસાના પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હુમલો કર્યા બાદ પતિ ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.