પરપ્રાંતિયો માટે ટ્રેન અને બસની વ્યવસ્થાના દાવા વચ્ચે સેંકડો લોકો રસ્તા પર - ભરૂચ પોલીસને શ્રમિકોને મદદ
ભરૂચ: સરકાર દ્વારા શ્રમિકો માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે, હજૂ પણ કેટલાક શ્રમિકો રસ્તા પર નજરે પડી રહ્યા છે. નવસારીથી એક પ્રજ્ઞાચક્ષુ 4 બાળકો સાથે પગપાળા બોટાદ જવા માટે નીકળ્યો હતો. જે 2 દિવસે ભરૂચ પહોચ્યોં હતો. આ પ્રજ્ઞાચક્ષુની સાથે બાળકોને જોતાં ભરૂચ પોલીસ તેની મદદે આવી હતી અને તેના માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ પોલીસે આ શ્રમિક પરિવારને પોતાના વતન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી હતી.