ધોરાજીમાં દુકાનદારે મહિલા સફાઈ કામદારને માર્યો ઢોર માર - નગરપાલિકાની મહિલા સફાઈ કામદાર
રાજકોટ: જિલ્લામાં ધોરાજીના ધાણીકોઠા રોડ પર આવેલ મોબાઈલની દુકાનદારે નગરપાલિકાની મહિલા સફાઈ કામદારને સફાઈ બાબતે ખરાબ શબ્દો કહી લાકડી વડે માર માર્યો હતો. જેથી સફાઈ કામદારને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાને લઇને ધોરાજીના તમામ સફાઈ કામદારો હોસ્પિટલે પહોંચ્યા હતા અને જ્યાં સુધી યોગ્ય ન્યાય ન મળે, ત્યાં સુધી સફાઈ કામગીરી નહીં કરવા અંગે નિર્ણય લીધો છે.