#NamasteTrump: ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં, કરશે સમીક્ષા બેઠક - અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે
અમદાવાદ: આજે ગૃહ પ્રધાન અમિત શાહ અમદવાદ પહોંચ્યા છે. જ્યાં અમેરિકી પ્રમુખના કાર્યક્રમને લઇને શાહ અમદાવાદના મોટેરા સ્ટેડિયમની સમીક્ષા કરશે. નોંધનીય છે કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલથી બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. અમેરિકી પ્રમુખ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમને સંબોધિત કરશે. સૂત્રોના પ્રમાણે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. PM મોદી સાથે ટ્રમ્પ અમદાવાદમાં રોડ શો કરશે.