અમિત શાહના અમદાવાદ પ્રવાસમાં સંકલનનો અભાવ, સંબોધન વગર જ ગૃહપ્રધાન પરત ફર્યા - Ahmedabad BJP news
અમદાવાદઃ શહેરમાં આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. વાડજ ભાજપ કાર્યક્રમમાં સંકલનનો અભાવ જોવા મળતા અમિત શાહ કાર્યકર્તાઓને સંબોધન કર્યા વિના રવાના થઈ ગયા હતા. સમગ્ર વિગત અનુસાર ઉદ્ધાટન પ્રસંગે આવેલા ગૃહપ્રધાનના સંબોધન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, પરંતુ આ અંગે અમિત શાહને જાણ કરવામાં આવી ન હતી તેથી તેઓ તમામ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રવાના થઈ ગયા હતા. ગૃહપ્રધાનના આગમન અને જવાના સમયે કાર્યક્રતા તેમજ પદાધિકારીમાં સેલ્ફી લેવા માટે જમાવડો થયો હતો અને ખુરશીના ઘા થતા જોવા મળ્યા હતા. સંકલનના આ પ્રકારના અભાવને કારણે અમિત શાહે પદાધિકારીઓને ઠપકો પણ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.