ભાજપ સ્થાપના દિવસ: ગૃહ પ્રધાન અમિત શાહે મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરી - અમદાવાદના તાજા સમાચાર
અમદાવાદ: 6 એપ્રિલ, 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થપના થઈ હતી. જેના રવિવારે 40 વર્ષ પૂર્ણ થયા છે. ભાજપની સ્થાપના કરવામાં અટલ બિહારી બાજપેયીની મુખ્ય ભૂમિકા રહીં હતી. આ પાર્ટીનું મૂળ ઉદભવ સ્થાન જનસંઘ છે. તેથી જ આજના દિવસે ગૃહ પ્રધાન અમિત શાહે શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, તો બીજી તરફ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે ભારતીય જનતા પાર્ટી 11 કરોડ જેટલા કાર્યકરો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ચૂકી છે.