રાજકોટમાં કોરોના વાયરસથી બચવા વૈદિક હોળીનું આયોજન - latestgujaratinews
રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર છે. ત્યારે વૈદિક હોળીનું આયોજન કરવાથી વાયરસ સામે રક્ષણ મળે છે. શહેરમાં આર્ય સમાજ દ્વારા શહેરના શાસ્ત્રી મેદાન ખાતે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈદિક હોળીમાં આંબો ,પીપળો, ખાખરા અને ઉમરાના કાષ્ટ ઉપયોગમાં લેવાયા હતા. તેમજ જુદી જુદી ઔષધીઓ મિશ્રિત કરી હોલિકા દહન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચાર સાથે હોલિકા દહન કરવામાં આવતા એક આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું. હોળી દરમિયાન આર્ય સમાજ સાથે સંકળાયેલા લોકોએ ગાયત્રી મંત્રના મંત્રોચ્ચાર સાથે આહુતિ પણ આપી હતી.