ભાવનગરમાં 22 વ્હીલરના ટ્રકનો હિટ એન્ડ રન :એક ગંભીર
ભાવનગર : શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.22 વ્હીલરનો ટ્રક મોડી રાત્રે બેફામ બનતા રસ્તામાં આવતા કાર, બાઈકોને અડફેટે લીધા હતા. એક બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડયો હતો. સાથે જ દીવાલ, ઇલેક્ટ્રિક પોલ, બાઇક અને કારોને હડફેટે લેતા લોકોના ટોળા રસ્તા પર આવી ગયા હતા. જે ઘટનાને પગલે પોલીસે ટ્રક ચાલકને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. હિટ એન્ડ રન જેવી ઘટનામાં એક વ્યક્તિ હાલ ગંભીર છે અને જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે.