ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં ધારાસભ્ય કાંધલ જાડેજાને હાઈકોર્ટે આપી રાહત - કાંધલ જાડેજાને હાઈકોર્ટે રાહત આપી
વર્ષ 1998માં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા પર ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના મામલે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે અંગે મંગળવારે ગુજરાત હાઇકોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી તેને રાહત આપી છે.