ગુજરાત

gujarat

ETV Bharat / videos

કચ્છમાં હાઈએલર્ટ, નેવી-કોસ્ટગાર્ડ અને BSF સતર્ક - સુરક્ષા એજન્સી

By

Published : Aug 29, 2019, 2:39 PM IST

કચ્છઃ કંડલા મહાબન દરગાહ પર અંડરવોટર એટેક હુમલાની માહિતીને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. કચ્છના દરિયાકાંઠા પર જવાબદાર તંત્રો સાથે તમામ સંદિગ્ધ પ્રવૃતિઓ પર નજર રાખી રહ્યા છે. કચ્છ સરહદે હાઇએલર્ટની સ્થિતિ વચ્ચે થોડા સમયથી પાકિસ્તાન તરફ દરિયાઈ સરહદ પર કમાન્ડો તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં કચ્છની તમામ શરતોને સીલ કરીને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા કચ્છની દરિયાઇ સીમા હરામીનાળા પાસે બે બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હતી. જેથી હવે સેના દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details