મોડાસાના ખેડૂતના મહામૂલા પાકનો નીલગાય અને ભૂંડના ઝુંડે કર્યો સફાયો - pigs wipe out fields of modasa
અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસાના બાજકોટ ગામમાં નીલગાય અને ભૂંડના ઝુંડે એક રાતમાં બે એકરમાં ઉગાડેલ મકાઇનો સફાયો કરતા ખેડૂતના માથે આભ તુટી પડ્યુ હતું. સમગ્ર અરવલ્લીમાં નીલગાય અને ભૂંડોનો ત્રાસથી જિલ્લાના ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.