પહેલા-'રંગાઈ જાને ભગવા રંગમાં', હવે- 'હું નથી રંગાયો ભગવા રંગમાં' - સોશિયલ મીડિયા
ન્યૂઝ ડેસ્કઃ ભાજપના સદસ્યતા અભિયાનમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ પાર્ટીની સદસ્યતા અપનાવી છે. જોકે, જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણે ભાજપમાં જોડાયો નથી તેવો ખુલાસો કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં હેમંત ચૌહાણે કહ્યું કે, કલાકારોનું જાહેરમાં સન્માન થતુ હોય તો સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે અને આથી હું ત્યાં હાજર હતો. ભૂતકાળમાં મને ટિકિટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી દીધી હતી. જો કે, જ્યારે હેમંત ચૌહાણનું સન્માન થયું હતું, ત્યારે તેઓએ એક ભજન દ્વારા ભગવા રંગમાં રંગાઈ જવાની વાત કરી હતી. વધુ માટે જુઓ વીડિયો...