નડિયાદમાં 'જૈન સોશિયલ ગ્રુપ' દ્વારા ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન કેન્દ્રો ખોલાયા - જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પક્ષીઓ માટે વિશેષ આયોજન
નડિયાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરૂણા અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જૈન સોશિયલ ગ્રુપ દ્વારા પણ જીવદયાની ઉમદા કામગીરી કરવામાં આવી હતી. જેમાં નડિયાદ ખાતે ઘાયલ થયેલા પક્ષીઓ માટે હેલ્પલાઇન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. પર્વના બે દિવસ દરમિયાન શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 35 જેટલા ઘાયલ થયેલા પક્ષીઓને બચાવી લેવાયા હતા. જૈન સોશિયલ ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક જરૂરી સારવાર મળી રહે તે માટે પશુ દવાખાના ખાતે મોકલવામાં આવ્યા હતા.