મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર કરાઈ - મોરબી કોરોના અપડેટ
મોરબી: જિલ્લામાં ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ છે કે નહિ તેની અને જિલ્લામાં કોરોના સારવારને લગતી તમામ માહિતી મેળવવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા એક હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે, આ હેલ્પલાઈન માટે કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાંથી લોકોને 24 કલાક તમામ માહિતી એક જ ફોન કોલથી મળી શકશે. બુધવારે સવારથી નાગરિકોને મોબાઈલ નંબર 78599 69276-78599 59167 પર માહિતી મળી રહેશે.