ટ્રાફિક નિયમના સંદેશ સાથે GIT કોલેજમાં હેલ્મેટ ગરબા યોજાયા - Navaratri news of gujarat
ગાંઘીનગર: કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેને ગુજરાત સરકારે પણ માન્ય રાખી લાગુ કર્યા છે. ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમોનો અમલ કરાવવા માટે હેલ્મેટ પહેરીને ગરબા કરવામાં આવ્યા હતા. આ રીતે વિદ્યાર્થીઓએ અલગ રીતે સંદેશો આપ્યો હતો. વિદ્યાર્થીઓને આર્ચાય અને પ્રાધ્યાપકોનું સમર્થન મળ્યું હતું.