હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા સોમનાથથી વાહન માર્ગે પોરબંદર એરપોર્ટ પર પહોંચ્યા CM રૂપાણી - Porbandar News
પોરબંદર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરીને ધ્વજાપૂજા પણ કરી હતી. ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. જોકે હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા સોમનાથથી પોરબંદર વાહન માર્ગે આવ્યા હતા અને પોરબંદરથી અન્ય હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર જવા રવાના થયા હતા. મુખ્યપ્રધાન પોરબંદર આવવાના હોય, જેે અંતર્ગત એરપોર્ટ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો.