નેત્રંગ પંથકના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા - કુદરતી સોદર્ય
ભરૂચઃ જિલ્લામાં ચોમાસું જામ્યું છે, ત્યારે ટ્રાયબલ બેલ્ટ પર આવેલા નેત્રંગ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નેત્રંગ પંથકમાં ત્રણ દિવસથી વરસેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની સારી આવકના પગલે કરજણ સહિતની નદી બે કાંઠે વહી રહી છે. ધાણીખૂંટ ગામેથી નદી બે કાંઠે વહેતા અદભુત કુદરતી સોદર્ય જોવા મળ્યું હતું.