ઇડર,ભિલોડા અને વિજયનગરના ગામડાઓમાં ભારે વરસાદ, નદીઓમાં આવ્યા નવા નીર - Heavy rains
સાબરકાંઠા: જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં 70 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂકયો છે ત્યારે વિજયનગર ભિલોડા અને ઇડરના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક થઇ હતી. ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે મોટાભાગના ખેતરો જળબંબાકાર બન્યા હતા. જો કે, આ વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંડા હોવાથી 27 ઇંચથી વધુ વરસાદ થયો હોવા છતાં હજુ પણ વરસાદની જરૂરિયાત છે. જેના પગલે આજે બંને નદીઓ બે કાંઠે વહેતી થવાના પગલે કાંઠા વિસ્તારના તમામ ખેડૂતો તેમજ સ્થાનિકો હરખાયા હતા.