રાજકોટ: શાપર વેરાવળમાં મુશળધાર વરસાદ રોડ પર પાણી ભરાયા - રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોઘમાર વરસાદ
રાજકોટ: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યોં છે. જિલ્લામાં જામકંડોરણા, કોટડાસાંગાણી અને ગોંડલ પંથકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના શાપર-વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શાપર વેરાવળ પાસે ધોધમાર વરસાદથી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. શાપર પાસે રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનોના પૈડાં પણ થંભી ગયા હતા. જેનો કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.