રાજકોટ જામકંડોરણા અને ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ - જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ
રાજકોટ: ધોરાજી અને જામકંડોરણા પંથકમાં સવારથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો જોવાં મળ્યા હતા. ભારે ગરમી ઉકળાટ બાદ ધોરાજી અને જામકંડોરણામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.