પોરબંદરમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી - Gujarat Rain News
પોરબંદરઃ શહેરમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના કડિયા પ્લોટ, કુંભારવાડા, પોરાઈમા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ખડપીઠ વિસ્તાર ખાડીના નજીક હોવાના કારણે ખાડીમાં આવેલું પાણી આ તમામ વિસ્તારોમાં ફરી વળ્યું હતું. છેલ્લા બે દિવસથી આ પાણી સતત ઘરોમાં ઘૂસી રહ્યું છે, તેમ છતા કોઈ મદદે આવ્યા ન હતા તેવું લોકોએ જણાવ્યું હતું. ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનો લોકોની મદદે પહોંચ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, લોકોની મદદ માટેનો પ્લાનિંગ થઈ રહ્યો હતો અને તેઓ માટે આસપાસની શાળાઓ ખોલવામાં આવી છે તેમજ તેઓને ત્યા ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરાઈ રહી છે.