પોરબંદરમાં ભારે વરસાદ, સોઢાણા-મોરાણા ગામે પુલી તૂટી જતા ખેતરોની જમીનનું ધોવાણ - rain
પોરબંદરઃ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પોરબંદરના સોઢા અને મોરાણા વચ્ચે આવેલા રસ્તામાં પુલી તૂટી જતાં ઉપરવાસમાંથી આવતું પાણી ખેતરમાં ભરાઈ ગયું હતું અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ અગાઉ પણ ડેમના પાટિયા ખોલવામાં આવે ત્યારે ખેતરોમાં પાણી ફરી વળે છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ખેતરની જમીનમાં પણ ધોવાણ થાય છે. ત્યારે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે.