પોરબંદર જિલ્લાના ઘેડ અને બરડા પંથકમાં કમોસમી વરસાદ - Meteorological Department
પોરબંદરઃ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઘેડ વિસ્તાર અને બરડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જિલ્લાના ઘેડ ગ્રામ્ય વિસ્તારમાં છત્રાવા, કસાબડ, ભોગસર, મહિયારી સહિતના વિસ્તારોમાં તેમજ બરડાના અદિત્યણા ગામે વરસાદ વરસ્યો હતો.