પોરબંદરઃ ઘેડ પંથકના એરડા ગામમાં પાણી ભરાયા, ખેડૂતો મુશ્કેલીમાં - ખેડૂતોએ વળતરની માગ કરી
પોરબંદરઃ જિલ્લાના ઘેડ પંથકમાં ભાદર, ઓજત, મીણસાર અને વેણુ નદીના ડેમના પાટીયા ખોલવામાં આવતા ત્યાંના પાણીનો પ્રવાહ ઘેડ પંથકમાં આવતા ત્યાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ વાવેલો તમામ પાક નિષ્ફળ ગયો છે, તેમજ ખેતરોમાં પણ ભયંકર ધોવાણ થયું છે. ઘેડ પંથકના એરડા ગામમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયું છે, જેથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના અન્ય ગામોમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માગ કરી છે.