પાટણ જળબંબાકારઃ સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ તૈનાત - Meteorological Department
પાટણઃ શહેર સહિત જિલ્લામાં શનિવાર રાતથી મુશળધાર વરસાદ શરૂ થયો છે, જેને પગલે સમગ્ર જિલ્લામાં 4 થી 7 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં ઉભી થનારી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 21 જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી છે. જિલ્લાના નવ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને ફરજ પરના તલાટી કમ મંત્રીઓને તાલુકા મથક પર હાજર રહી દરેક ગામમાં વરસાદની સ્થિતિ પર ચાંપતી નજર રાખવાના આદેશ કરાયા છે. સાથે જ પૂર કે કોઈ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક મદદ માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે.