મેઘ કહેર: નવસારીના છીણમ ગામના ધરતીપુત્રો ચિંતામાં, 200 વીઘા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ - ખેડૂતો ચિંતામાં
નવસારી: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે મેઘરાજએ મેઘ મહેર મુકી છે. નવસારીમાં લાંબા વિરામ બાદ શરૂ થયેલો વરસાદ ધરતીપુત્રોમાં ખુશી લઇને આવ્યો છે. પરંતુ બીજી તરફ વરસાદ જલાલપોરના છીણમ ગામના અંદાજે 200 વીઘાના ખેડૂત ખાતેદારોને માટે આફત રૂપ સાબિત થયો છે. અન્ય ગામોમાંથી આવતું વરસાદી પાણી તેમના ખેતરોમાં ભરાવાથી રોપેલી ડાંગર પાણીમાં ડૂબી જવાથી પાક નિષ્ફળ જવાની સંભાવના વધી છે. વર્ષોથી હેરાન થતા ખેડૂતોએ વિવિધ સ્તરે રજૂઆતો કરી છે, પણ તંત્ર તરફથી ફક્ત નિરાશા જ હાથ લાગી છે.